શિક્ષક એક શિલ્પી

  • 1.1k
  • 326

શિક્ષણ એ માત્ર દેશ માટે નહીં આખા વિશ્વ માટે મૂળભૂત પાયો છે. તેથી સમાજને સક્ષમ બનાવવા એક શિક્ષકનું મહામૂલ્ય યોગદાન હોય છે. એક બાળક મા-બાપ પછી તરત જેના હાથમાં સોંપાય છે તે શિક્ષક છે. મા બાપનું કાર્ય જ્યાં પૂર્ણ થાય ત્યાંથી શિક્ષકનું કાર્ય આરંભ થાય છે. બાળક પર મા બાપ પછી સૌથી વધુ પ્રભાવ શિક્ષકનો જોવા મળે છે. શિક્ષકોના ખભે ખૂબ જ મોટી જવાબદારીઓ હોય છે. કારણ કે બાળક પર જ દેશનું ભાવિ નિર્ભર કરે છે. એટલે તો શિક્ષકને શિલ્પી કહેવામાં આવે છે. એક કોરી પાટી સમાન સોંપવામાં આવેલા બાળકમાં જ્ઞાનની રેખાઓ દોરી, ખરબચડા પથ્થરને કંડારીને મનમોહક મૂર્તિ તૈયાર કરવાની