૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૪ (કાર્પેટની માથાકૂટ)

  • 858
  • 332

કાર્પેટની માથાકૂટ  હોલ અંદર જઈને જ્યા લીલી કાર્પેટ પર જગ્યા દેખાય ત્યાં બે-ત્રણના ગ્રુપમાં ફિટ થવા લાગ્યા. ત્યારે જે કોલેજના વિદ્યાર્થી લીલી કાર્પેટ લાવ્યા હતા તે બધા અમને કાઢવા લાગ્યા 'અમારી જગ્યા છે' એવું કહીને. અમે હોલ વચ્ચે આવેલ કાર્પેટ વગરની જગ્યાએ ભારે ભરખમ થેલા હાલના સમય માટે ત્યાં મૂકી દીધા. મને લાગ્યું “આપડે આવવામાં મોડું થયું એટલે આપડા ભાગમાં કાર્પેટ આવી નહીં.” થેલા પડતા મૂકી. મેસ માંથી રેક્ટરની ઢગલા બંધ ગાળો ખાઈને કેમ્પમાં વાપરવા લીધેલ થાળી વાટકા લઇ બપોરે બે-અઢી વાગ્યે પેટનો ખાડો પુરવા નીકળ્યા. સવારે નાસ્તા કર્યા વગર સમાન પેક કર્યો. કેમ્પમાં આવતા બધા છોકરાઓને થાળી વાટકા આપવામાં રેક્ટર સાથે મે