રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ

  • 820
  • 102

                    આર્કિટેક્ચરલ અજાયબીઓની પ્રશંસા કરવાનો દિવસ એટલે રાષ્ટ્રીય ગગનચુંબી ઈમારત દિવસ કે આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ દર વર્ષે આજના દિવસે 3 સપ્ટેમ્બરે ઉજવાય છે. જે આધુનિક સિટીસ્કેપ્સને વ્યાખ્યાયિત કરે છે અને તે જબરજસ્ત બાંધકામ પાછળની એન્જિનિયરિંગ અને ડિઝાઇનની ઉપલબ્ધિઓને સમ્માનિત છે.દુનિયાના પ્રખ્યાત ડિઝાઇનર, આલોચક અને મેંટોર તરીકે ઓળખાતા લુઇસ એચ. સુલિવાનની જયંતી તરીકે ઉજ્વવામાં આવે છે. તેનો જન્મ 3 સપ્ટેમ્બર, 1856માં મેસાચુસેટ્સમાં થયો હતો. તેમને 'આધુનિક ગગનચુંબી ઇમારતોના પિતા'તરીકે ઓળખાય છે. દુનિયાની પહેલી ગગનચુંબી ઇમારત તેમણે વર્ષ 1885માં શિકાગો શહેરમાં બનાવી હતી, જે 10 માળની અને 137 ફુટ (42 મીટર) ઉંચી હતી.