43.કાંતા હોટેલ પરથી પાછી ફરી. તેણે બીજે ક્યાંય જવાનું ન હતું. હોટેલની સામે જ એક સસ્તી ઉડિપીમાં જઈ તે બારી પાસેનું એક ટેબલ શોધી તેની પર ગોઠવાઈ ગઈ. આ બારીમાંથી હોટેલના મેઇન એન્ટ્રન્સનો વ્યુ સારો આવતો હતો.સાંજ ઢળી ચુકી હતી. ધીમેધીમે ગેઇટ પર આવતો તડકો અદ્રશ્ય થયો. અંધારું પથરાતાં જ બહારના કાળા નકશીદાર કેસમાં ના લેમ્પ પ્રકાશિત થયા.અગાઉથી નકકી કર્યા મુજબ તેને ચારુનો વોટસએપ આવ્યો "?"તેણે તરત જવાબ મોકલ્યો "". જો કે મનમાં તો અંગૂઠો નીચે હતો. અત્યાર સુધી બધું બરાબર ચાલ્યું હતું. હવે જ ખરેખર જોવાનું હતું.તેણે ઈડલી અને કોફીનો ઓર્ડર આપ્યો. એમ ને એમ કોઈ થોડા લાંબો સમય