મારા કાવ્યો - ભાગ 17

  • 1.3k
  • 384

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 17રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીચાતુર્માસદેવશયની એકાદશી આવી,લઈને ચાતુર્માસ પવિત્ર.કહેવાય એવું પોઢી ગયા દેવ,તોય આવતાં તહેવારો શ્રેષ્ઠ.આવે જન્માષ્ટમી અને બળેવ,આવે ગજાનન મહારાજ ઘરે!પિતૃઓની શાંતિ કરાય,મા અંબાનાં ગરબા રમાય!શરદપૂર્ણિમાએ ઠંડક વર્તાય.વાક્બારસ ને ધનતેરસ,કાળીચૌદશે કકળાટ જાય,ઝગમગ કરતી દીવાળી આવે,બેસતું વર્ષ નવલું લાવે,ભાઈનો દિવસ ભાઈબીજ આવે,દેવદિવાળીની ઝાકઝમાળ લાવે.આવે જ્યાં દેવઉઠી એકાદશી,થાય સમાપ્ત ચાતુર્માસ,ને શરૂઆત થાય વિવાહપ્રસંગોની!વિશ્વાસમૂક્યો વિશ્વાસ પ્રકૃતિએ,કેમ કરી તોડવો?નહીં કરશે કોઈ નુકસાન એને,કેમ કરી તોડવો એનો આ વિશ્વાસ?આપે છાંયડો, આપે ફળ, કરે રક્ષા ઠંડકની,કેમ કરી પહોંચાડીએ નુકસાન પ્રકૃતિને?રહેઠાણ પશુ પંખીઓનું આ પ્રકૃતિ,કાઢી નિકંદન વૃક્ષોનું બાંધવા પોતાનું ઘર,કેમ તોડીએ વિશ્વાસ અબોલ જીવોનો?છે વિશ્વાસ પ્રભુને હજુય માનવજાત પર,કરી સત્કર્મો જીવનમાં જાળવીએ વિશ્વાસ