પ્રેમ સમાધિ પ્રકરણ-105 મ્હાત્રે સાથે વિજય મુંબઇનાં અસ્સલ શહેરી વિસ્તાર દાદરની એક ગલી પાસે પહોંચ્યાં. ત્યાં કાર છોડી બંન્ને જણાં ચાલતા ચાલતા એક જૂનવાણી ઘર પાસે પહોંચ્યાં ત્યાં આસપાસ બધાં એક સરખી બાંધણીનાં ઘર હતાં. ઘરમાંથી હાર્મોનીયમ અને તબલાનાં અવાજ આવી રહેલાં સાથે સાથે ઝાંઝરનાં ઝમકારા ઝણકાર સંભળાઇ રહ્યાં હતાં. વિજયે આશ્ચર્યથી મ્હાત્રેની સામે જોયું અને સંશયી નજરો સાથે પૂછ્યું “મ્હાત્રે આ તો કોઇ...” મ્હાત્રેએ કહ્યું “વિજયભાઉ ચિંતા ના કરો આપણે બરાબર સ્થાને આવી ગયાં છીએ આ અમારો મહારાષ્ટ્રીયન મહોલ્લો છે જેમાં નર્તકી , સંગીત, પાઠશાળા બધુજ છે અહીં કોઇ વેશ્યાનો વ્યવસાય કે બજારુ સ્ત્રીઓ નથી રહેતી અહીં નૃત્ય અને સંગીત શીખવવામાં