પ્રેમ સમાધિ પ્રકરણ-102 દોલત સાથે વાત કર્યા પછી નારણ વિચારમાં પડ્યો... દોલત જે કહી રહેલો એમ કરી શકાય ? દોલત એક નંબરનો ચરસી છે એને શીપ પર બધુ મળી નહોતું રહેવાનું ? એણે મુંબઇમાં વિજયની શીપ છોડી અંદર સીટીમાં જવાની શું જરુર છે ? એ પેલાં મધુને... ના.. ના.. એનામાં એટલી ઓકાત નથી વિજય સામે પડવાની... પણ હવે એ વિજય પાસે પાછો નહીં જઇ શકે એ શીપ પરથી નીકળી ગયો એમાજ વિજય બધુ સમજી જશે અને વિજયને ખ્યાલ નહીં આવે તો ભાઉ તો સમજાવીજ દેશે...વિજયને થોડો વખત પછી ફોન કરીને બધુ.. જાણું.. પણ મેં ફોન કેમ કર્યો શું કહીશ ? ત્યાં સતિષ બોલ્યો