મૌ કો કહાં ઢુંઢે રે બંદે મૈ તો તેરે પાસ મેં...

  • 878
  • 378

એક વિદ્વાન કથાકાર એક ગર્ભ શ્રીમંતની હવેલીમાં શ્રીમદ્ ભાગવતનું પારાયણ કરી રહ્યાં હતાં.એમની આકર્ષક કથનશૈલીમાં સૌ ડૂબી ગયાં હતાં કારણ! કારણકે તેઓ શ્રીકૃષ્ણની બાળલીલા વિશે વાત કરી રહ્યાં હતાં.તેઓ માતા યશોદા ના કાનાને ભાત ભાતનાં દાગીના પહેરાવી રહ્યાં હતાં એનું આબેહૂબ વર્ણન કરી શ્રોતાગણને છેક ગોકુળ નંદની હવેલીમાં લઈ ગયાં.એ જ વખતે કથા માં એક ચોર પ્રવેશ્યો. માતા યશોદા આકર્ષક દાગીના પહેરેલાં લાલાને જોતાં ધરાતા નહોતાં તેનું રસાળ વર્ણન કરી પ્રસંગ જીવંત કરી રહ્યાં હતાં.માનો ઠુમક ઠુમક કરતો લાલો હવેલીમાં ફરી રહ્યો હતો અને યશોદા માતા પાછળ પાછળ....પેલો ચોર આ વર્ણનમાં ડૂબી ગયો અને વિચારવા લાગ્યો, આટલાં ઘરેણાં પહેરીને આ લાલાને એની