ભીતરમન - 21

  • 1.6k
  • 956

મા પહેલીવાર હોન્ડામાં બેઠી હતી આથી થોડો ડર અને ખુશીના બેવડા ભાવ એમના ચહેરા પર નજર આવતા હતા. બાપુએ હોન્ડા જોઈને ખુશી તો વ્યક્ત ન કરી પણ હા, મારી તરક્કી એની આંખમાં કણું બની ખટકતી હોય એ હું ચોખ્ખું જોઈ શકતો હતો. હું વાળું પતાવીને તેજા પાસે ગયો હતો. હું અને તેજો હોન્ડાથી ચક્કર મારવા નદી કાંઠે સુધી બેસવા ગયા હતા. રસ્તામાં વેજાને જોયો હતો. એને જોઈને ફરી ગુસ્સો મારા માથા પર સવાર થઈ ગયો હતો. તેજો મારુ મન શાંત રાખવા કહી રહ્યો હતો. નદીકાંઠે પહોંચીને અમે બંને બેઠા હતા. વાતાવરણ એટલું શાંત હતું કે, નદીના ખળખળ અવાજને પણ સાંભળી શકાતો