કાવ્ય અને ગઝલ સંગ્રહ - 8

  • 508
  • 172

1.પરપોટા ની જંગમાં…..પરપોટા ની જંગમાં એવી તે અથડાઈ ગઈ...પાણી ની એ યાત્રા હવામાં જ નજરાઈ ગઈ...શું બનવું એ થોડું વંચાતું હોય છે હાથમાં...એક વળાંક, ને આખી બનાવટ જ બદલાઈ ગઈ...પરિવર્તન તો નાની નાની બાબતોમાં વર્તાઈ જાય...આતો એક આઘાત,ને જિંદગી જ ચર્ચાઈ ગઈ...વાડ તોડી ને ભાગવાની હિંમત નથી હોતી બધામાં...પરિસ્થિતિ એવી બની કે છલાંગ જ વખણાઈ ગઈ...હરવા માટે કોઈ રમતું નથી બાઝી સંબંધોમાં...જેને જીત પણ હારી,તો એ પ્રેમમાં પીરસાઈ ગઈ...ગમે તેટલો માર હોય વિષમતાઓ નો જીવનમાં...જે મોજ થી જીવ્યા, એની હિંમત વખણાઈ ગઈ...ઇશ્વર પણ તત્પર હોતો હશે આશિષ આપવામાં...એક ડગલું ઉપાડ્યું, ને આગળ કેડી શણગારાઈ ગઈ…2…વેન્ટિલેટર ની...શબ્દોની અછત પડે છે હૃદયની