મારી એ ખાસ મુલાકાત

  • 3k
  • 908

લેખ:- મારી એ ખાસ મુલાકાતલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆજે મારી મુલાકાત જેની સાથે થઈ એ બહુ ખાસ બની ગઈ. આજે કવિ શ્રી નર્મદની ૧૯૧મી જન્મજયંતિ છે. ના ના, જો જો એવું ન સમજતાં કે હું કવિવરને મળી. આ તો આજનો એમનો જન્મદિન આખાય વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઉજવાય છે ને એટલે એમને યાદ કર્યા. બાકી હું મળી તો હતી ગુજરાતી ભાષાને.બહુ રડતી હતી. કહેતી હતી કે, "હું તો બિચારી થઈ ગઈ. કોઈ મારી સામું ય નથી જોતું. બધાં અંગ્રેજી ભાષા પાછળ પડ્યા છે."  એટલે પહેલાં તો મને સમજાયું જ નહીં કે આને સાંત્વના શી રીતે આપવી? આથી પહેલાં