લવ યુ યાર - ભાગ 61

  • 1.9k
  • 1
  • 1.3k

બપોરના 12.39નો સમય થયો હતો. શહેરના રિચેસ્ટ એરિયામાં રહેલા "નાણાવટી હાઉસ"ના માલિક શ્રી કમલેશભાઈના ઘરે આજે કુળ દિપકનો જન્મ થયો હતો. આખાયે પરિવારમાં ખુશીની છોળો ઉછળી રહી હતી વાતાવરણ આનંદથી ભરપુર બની ગયું હતું બરાબર સત્યાવીસ વર્ષ પછી આ ઘરમાં દિકરાનો જન્મ થયો હતો. નાણાવટી કુટુંબના વારસદારનો જન્મ થયો હતો. શ્રી કમલેશભાઈ નાણાવટીના કુળનો દિપક તેના ડેડી મિતાંશના જેવો જ રૂપાળો અને ઉંચો હતો અને મોમ સાંવરીના જેવો જ તેજસ્વી બનશે તેવું તેના મોં ઉપર તેજ રેલાઈ રહ્યું હતું અને તેટલે જ તો તેનો જન્મ શ્રી કમલેશભાઈ નાણાવટીના કહેવાથી બરાબર બપોરના 12.39 વાગ્યે પંચાંગમાં જોયા વગરના આ શુભ મુહૂર્તે જ કરાવવામાં