મારા અનુભવો - ભાગ 11

  • 1.3k
  • 1
  • 622

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 11શિર્ષક:- સસૂર પગલા હૈ ક્યા ?લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…11.. "સસૂર પગલા હૈ ક્યા ? " સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.સંસ્કૃત ભણવાની તીવ્ર ઉત્કંઠા છતાં કોઈ પાઠશાળાનું પગથિયું પણ જોયા વિના નિરાશ થઈને હું કાશીથી વિદાય થયો. હવે મારી આશાનું કેન્દ્ર બેલુડ મઠ હતો. મારા પ્રેરણામૂર્તિ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવની ભૂમિ. સ્વામી વિવેકાનંદજીની ભૂમિ બંગાળની. એ શક્તિશાળી ધરતી, જ્યાંથી અસંખ્ય નરરત્નો પેદા થયાં હતાં. અહીં મને અવશ્ય કોઈ સદ્ગુરુ મળી રહેશે એવી આશા મારામાં હતી.કાશીથી હું રઘુનાથપુર આવ્યો. મારા ખ્યાલ પ્રમાણે બિહાર શરૂ થઈ ગયું હતું. અહીંનો એક પ્રસંગ જાણવા જેવો છે. રેલવેની નજીક જ એક