ફરે તે ફરફરે - ૨૫ "આ વિયેટનામી હોટેલ ચીન એરીયામા છે ને ?" "ડેડી જ્યાં ચીની મોંગોલીયન્સ વિયેટનામી રહેતા હોય એને કોમ્યુન કહેવાય એ લોકો મોટા ભાગે આજુબાજુમા ધંધો કરે .બ્યુટી પાર્લર હેર કટીંગમા મસાજ ના ધંધામા એમના નામે મોનોપોલી કહેવાય... માર્શલ આર્ટ પણ એમનો ધંધો..જેકી ચેન યાદ છે ને? આપણે આપણા લાડકાને ત્યાં ફુંગ ફુ શિખવાડવા ત્યાં જતા હતા એના ગુરુજી ને શી ફુ કહેવાય યાદ આવ્યુ?" “ભાઇ વિયેટનામી હોટલની વાત કરતા હતા .." “ડેડી હું તો સમા બાંધતો હતો ...માહોલ ...આ વિયેટનામી હોટલ નું નામ પડ્યુ ત્યારે તમે મમ્મીને કહ્યુ હતુ ને "બચાવ"કે એવુ કંઇક ..." “આ