પ્રેમ સમાધિ - પ્રકરણ-100

(15)
  • 1.5k
  • 1
  • 896

પ્રેમસમાધિ પ્રકરણ-100 મ્હાત્રે વિજયની સામે એનો ક્યાસ કાઢતો હોય એમ જોયા કર્યુ પછી બોલ્યો "વિજયભાઉ આ બધી સેવાની આવશ્યકતા નથી હું તો તમારુ એક ઋણ ઉતારવા આવ્યો છું ધાર્યુ હોત તો બર્વે થકી પણ હું કરાવી શક્યો હોત પણ મારી પાસ અત્યારે બે કારણ ભેગાં થઇ ગયાં છે હું તમને વાતની ગંભીરતા સમજાવી દઊં અત્યારે કોઇ પાર્ટી કરવાનો સમય નથી હું ટૂંકમાં વાત જણાવી દઊં... અત્યારે બીજા મારાં અગત્યનાં કામે જવાનું છે." વિજય ગંભીરતાથી મ્હાત્રે સામે જોવા લાગ્યો વિચાર્યુ કે મેં મ્હાત્રેને ઓળખવામાં અને મૂલવવામાં ભૂલ કરી છે ? આ કોઇ સામાન્ય કસ્ટમ ઓફીસર નથી જે વ્યવહારમાં રહી એકબીજાનાં અરસપરસ કામ કરાવી લે