પ્રેમસમાધિ પ્રકરણ-99 માયા... સતિષને બધુ જણાવી રહી હતી સાથે સાથે ઇર્ષ્યા, ખુન્નસ બદલો, વિઘ્નસંતોષ જેવાં અવગુણો વાતમાં ભેળવીને સતિષને રીતસર ઉશ્કેરી રહી હતી એનાંથી કલરવનો નકારો અને કાવ્યાનો પ્રેમ એકરાર સહન નહોતો થતો એને કોઇપણ ભોગે કલરવને પામવો હતો જાણે દુનિયામાં બીજો છોકરો મળવાનો ના હોય.... સતિષે કહ્યું “આગળ બોલને કાવ્યા અને કલરવ.”.. માયાએ કહ્યું "આમાં તો ભાઇ આપણે બંન્ને લૂંટાઈ ગયાં છીએ કાવ્યાને તારે તારી કરવી હતી સાથે સાથે એનો ધંધો પૈસો બંગલો શીપ તારે મેળવવા હતાં બધુંજ હાથથી ગયું છે... હું કલરવને પસંદ કરું છું એ પણ તારી સાથે કામ કરત... બધુ તમે બેઉ સાથે સંભાળતા હોત આપણે ભાઇ બહેન કાયમ