પ્રકરણ ૨ ડીએન જૈન કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ચંદ્રમોહનના કરિયરની શરૂઆત ૧૯૫૭માં રાયપુરથી થઇ હતી. રાયપુરમાં સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં તેઓએ નોકરી શરૂ કરી હતી. જે બાદ જબલપુર યુનિવસિર્ટીમાં ૧૯૬૦માં તેમને દર્શન શાસ્ત્રના પ્રોફેસર તરીકે નોકરી શરૂ કરી હતી. એ સમયે તેમની નામના સમગ્ર પ્રાંતમાં એક તેજસ્વી અધ્યાપક તરીકેની હતી. એક તરફ યુનિવસિર્ટીમાં વિદ્યાર્થીઓને દર્શન શાસ્ત્રનું શિક્ષણ આપવાનંુ અને બીજી તરફ આધ્યાત્મિક ગુરૂ તરીકે પ્રવચન આપવાની પણ તેમને શરૂઆત કરી હતી. જે મો તેઓ સમગ્ર ભારત દેશનો પ્રવાસ કરતા હતા. તે સમયે તેમના વ્યાખ્યાન રાજનીતિ, ધર્મ અને સેક્સ વિષય પર આધારીત હતા. જેમાં તેમને અનેક વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યા હતા.