ફરે તે ફરફરે - ૧૯ ફરીથી વિ. શાંતારામ યાદ આવી ગયા . એમણે ફિલ્મ બનાવી “ગીત ગાયા પથ્થરોને “ બસ આજ વાત પથ્થરની કહાની કહે છે એ ખરેખરતો મનુષ્યની જ કહાની કહેછે એ વાત મનમાંથી નિકળતી નહોતી .. શિલ્પો પણ પથ્થરોને કંડારીને બન્યા છે પણ કુદરતનાં બનાવેલ શિલ્પકૃતિઓ બેજોડ હોય છે ભલે તેનો આકાર માણસની કલા કરતાં અલગ હોય પણ તેની પણ અભિવ્યક્તિ માણસ સમજતો નથી .. નેશનલ ફોરેસ્ટના સૌથી ઉંચા પહાડની ચોટી ઉપર અમે પહોંચ્યા ત્યારે બપોરના એક વાગી ગયો હતો પણ ઉંચાઇને લીધે ઠંડક હતી ..ગાડી પાર્ક કરી હતી તેની સામી બાજુ ઉંચી ઉંચી આચ્છા ગુલાબી કલરની