ફરે તે ફરફરે - 9

  • 776
  • 378

  લોકવાર્તાકાર કાનજી ભુટા બારોટે અમે નાના હતા ત્યારે  અમરેલીના લોક ડાયરામાં વાત કરી હતી મિત્ર ઐસા કીજીયે  દુખમે રહે આગે સુખમે પીઠ  પીછે છુપે..જે વારતા કરી હતી તેમા બે કડકા દોસ્ત સાતમના મેળામા ફરવા ગયા .ગરમ ગાંઠીયા તળાતા જોઇને રહેવાતુ નહોતુ પણ ખીસ્સામા બે પાવલી હતી ..વાંધો નહી...ફરસાણના તંબુમા ગોઠવાયા.અડધો શેર ગાંઠીયા મંગાવ્યા મરચાનો ઢગલો કરાવ્યો. ઉપરથી બે કડક મીઠી ચા મગાવી ને નિરાંતે બેઠા ખાતા હતા .વિચાર કરતા હતા બહાર ભાગવુ કેમ? એમા બરોબર એ ટાઇમે કંદોઇ હારે બીજા ઘરાકનો ઝગડો થયો.. મેં વીસની નોટ આપી હતી એમ ઘરાક કહેતો હતો કંદોઇ કે દસની આપી હતી એમાંથી ઝગડો