મારો નંબર આવ્યો ત્યારે જે કાઉંટર ઉપર હું ગયો ત્યાં કાચની અંદર કસ્ટમ ઓફિસર ને જોઇને હું દંગ થઇ ગયો ...અસ્સલ મારી ડુપ્લીકેટ ...! એવા જ સફેદ ઝીણા વાળ બેસી ગયેલો ચહેરો મારી જેવા જ ચશ્મા નાક પણ મારી જેવુ કેપ્સીકમ ટાઇપનુ ...કાચમાંથી એ પણ ચમકીને જોઇ રહ્યો એને કદાચ કહેવુ હતુ " મારો આ ડ્યુટીનો છેલ્લો દિવસ છે" એટલે એના ભાવ એવા જ વંચાયા થોડો ગળગળો થઇ ગયો હોય તેવું લાગ્યુ . મને થયુ કે તેને આશ્વાસન આપુ એટલે ગીત ગાવ જતો હતો ‘ યે જીવન હૈ ઇસ જીવનકા યહી હૈ રંગ રુપ ..પછી તે ડ્યુટી ઉપર છે