મારા અનુભવો - ભાગ 10

  • 1.4k
  • 664

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 10શિર્ષક:- તું કોઈ શૂદ્રનો શિષ્ય થઈ જઈશ.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…10. "તું કોઈ શૂદ્રનો શિષ્ય થઈ જઈશ." બીજા દિવસે સવારે દંડી સ્વામી પોતાના માટે નિશ્ચિત થયેલા અન્નક્ષેત્રમાં જમવા ગયા. આ અન્નક્ષેત્રમાં કોઈ શેઠ તરફથી વીસ-પચીસ દંડીસ્વામીઓને એક ટાઇમ જમાડવામાં આવતા. કોઈના મરણથી કે કોઈના પ્રવાસથી એકાદ જગ્યા ખાલી પડે તો તેમાં ગોઠવાઈ જવા કેટલાય દંડીસ્વામીઓ તૈયાર રહેતા. તે તો જમવા ગયા. પણ જતાં જતાં મને ત્રણ- ચાર ઘર બતાવતા ગયા. ઇધર સે ભિક્ષા લે આના.... ઔર દેખો... ઇન ઘરોં સે ભિક્ષા નહીં લેના....' કેટલાંય ભિક્ષા લેવા યોગ્ય ઘરો બતાવ્યાં અને કેટલાંય