હાલ કાના મને દ્વારીકા બતાવ - 6

  • 1.2k
  • 600

પ્રકરણ - ૬ માધવીને લઇ ગોપાલ અને તેનો પરિવાર ઘરે પરત આવ્યો જાેકે, જાન પરત ઘરે આવી ત્યારે માધવ અને તેનો પરિવાર ન દેખાતા વાણીયો અને વાણીયનને ચિંતા થવા લાગી. જાેકે, લગ્નના માહોલમાં તેઓ આપણને કહ્યાં વિના જ જતાં રહ્યા હશે તેમ માની તેઓ પણ પોતાના કામમાં લાગી ગયા. નવી વહુને ઘરેમાં પ્રવેશ કરાવ્યો અને ઘરે કરવાની વિધિની શરૂઆત થઇ. પછી ગોપાલ અને માધવીને તેમની માટે શણગારેલા ઓરડામાં લઇ જવામાં આવ્યા. લગ્નનો દિવસ પૂર્ણ થયો અને વાણીયા અને વાણીયનને પણ બધું શાંતિથી પૂર્ણ થયાનો આનંદ હતો. તેમને પણ રાતે સારી ઉંઘ આવી ગઇ. સવાર વાણીયન વહેલી ઉઠી, ન્હાઇ ધોઇ તૈયાર