બે હાથ જોડી આપણે માતાજી સમક્ષ રિધ્ધિ દે,સિદ્ધિ દે,અષ્ટ નવનિધી દે તે પ્રાર્થના ગાઇએ છે ને.તેમાં એક પંક્તિ છે "જગતમે જીત દે , અભય વરદાન દે માં ભવાની". એમ લાગે છે માતાજી તેમનો ખાસમ ખાસ એવો અભય વરદાન તેમની લાડકી દીકરી ને નથી દેતા. કેમકે કોઈ દીકરી હવે નિશ્ચિંત નથી. નિર્ભય નથી. ગુન્હેગારો, બળાત્કારીઓ, ભ્રષ્ટાચારીઓ , બધા તે વરદાન પામી બેરોકટોક ગુનાહ કરતા જાય છે અને વગર વાંકે લક્ષ્મી, પાર્વતી, સીતા કે ગીતા કે મોના ને સોના એની સજા પામે છે. દૈવી શક્તિને એટલીજ વિનંતી કે અમે સ્ત્રીઓ ઘણું ખરું ઓગણીસ વીસ ચલાવી લેશું પણ જો અમે સુરક્ષિત જ ના