પ્રેમ સમાધિ - પ્રકરણ-98

(14)
  • 1.8k
  • 2
  • 1.1k

પ્રેમસમાધિપ્રકરણ-98 માયા આઘાતથી સૂનમૂન થઇ ગઈ એને કાવ્યા કલરવ સાથે વાત કર્યા પછી કશુંજ પચી નહોતું રહ્યું એ એનાં રૂમમાંથી એની અગાશીમાં આવી એણે આકાશ તરફ જોયું. આકાશ કાળાં કાળાં વાદળોથી ઘેરાઇ ગયું હતું હમણાં તુટી પડશે મેહૂલો બધુ જળબંબાકાર કરી દેશે... માયા મનમાં ને મનમાં બોલી... ગમે તેટલો વરસે મેહુલો હું તો કોરીની કોરી... એ આધાત જીરવી ના શકી અત્યાર સુધી કલરવનાં સપનાં જોઇ રહી હતી એનાંજ માંબાપ એને પરણાવવા માંગતા હતા.. જ્યારે નારણ ટંડેલ અને મંજુબેન બધી કલરવની એનાં પિતાની બધાંની વાત કરતાં એ સાંભળતી.. પાપા કલરવનાં વખાણ કરતાં....  મનમાં ને મનમાં કલરવને પ્રેમ કરી પરણી ગઇ હતી અને આજે