ડાયરી સીઝન - 3 - હમ લેકે રહેંગે આઝાદી

  • 610
  • 182

શીર્ષક : હમ લે કે રહેંગે આઝાદી©લેખક : કમલેશ જોષી  ૨૦૨૪ની પંદરમી ઓગષ્ટ નજીક હોવાથી મનમાં ૧૯૪૭ની પંદરમી ઓગષ્ટે મળેલી આઝાદીના વિચારો ચાલી રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આઝાદી’નો ખરો અર્થ અથવા આજની તારીખે મને કે તમને સ્પર્શતો અર્થ શોધવા મન ભટકતું હતું. મન માનતું નહોતું કે આઝાદીનો અર્થ ‘અંગ્રેજ મુક્ત ભારત’ એવો અને એટલો જ હોઈ શકે, કેમકે મનની ડીક્ષનરી ‘અંગ્રેજ’ શબ્દના ઉપયોગ વગર ‘આઝાદી’નો શબ્દાર્થ અને ભાવાર્થ ઝંખતું હતું. ઓહ, વધુ પડતી ‘ભારેખમ’ શરૂઆત થઈ ગઈ. સ્કૂલ કોલેજમાં ભણતા ત્યારે અમારી ટીખળી અને તોફાનીઓની ટોળકી, જે આખું વર્ષ ‘તમામ પ્રકારની આઝાદી’ ભોગવતી એ પંદરમી ઓગષ્ટની ઉજવણી વખતે