મારા અનુભવો - ભાગ 9

  • 1.3k
  • 600

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 9શિર્ષક:- પંચગૌડ નહિ, પંચ દ્રવિડ.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…9. "પંચગૌડ નહિ, પંચ દ્રવિડ" સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.હિન્દુ પ્રજા માત્ર વર્ણવ્યવસ્થા દ્વારા જ ચાર ભાગમાં વહેંચાયેલી નથી, પણ પ્રત્યેક વર્ણમાં અનેક ઉપવર્ણ તથા ઉપજ્ઞાતિઓમાં પણ વહેંચાયેલી છે. હું ગુરુની શોધમાં નીકળ્યો હતો. મને કોઈ જ્ઞાતિબાધ ન હતો. મારે તો કાંચન- કામિનીના ત્યાગી ગુરુ જોઈતા હતા, પછી તે ગમે તે જ્ઞાતિના હોય. સામાન્ય રીતે સાધુસમાજમાં જ્ઞાતિપ્રથા ન હોવી જોઈએ. એક કહેવત છે કે વાટ્યું ઔષધ તથા મૂંડ્યો જતિ તેની કશીયે ખબર ના પડે. સાધુ-સંન્યાસી કઈ નાત-જાતના છે તેની તકેદારી રાખવી ન જોઈએ. જોકે જ્ઞાતિપ્રથાનાં મૂળ