અ - પૂર્ણતા - ભાગ 42

  • 3.2k
  • 2
  • 2.1k

વિકી અશ્વિનભાઈ પાસે મદદ લેવા માટે ગયો. મદદ, આ શબ્દ જેટલો સરળ છે કાનાં માત્રા વિનાનો એટલો છે નહિ. જેને મદદ કરવી છે એ પણ સો વાર વિચારે છે અને જે મદદ માંગે છે એ તો હજાર વાર વિચારે છે કેમકે ક્યાંક ને ક્યાંક વાત એના આત્મસન્માનની પણ હોય છે. માણસને હમેશા પોતાનું આત્મસન્માન વહાલું હોય છે પણ પરિસ્થિતિ ક્યારેક એવા વળાંક પર આવીને ઊભી હોય છે કે માણસને પોતાનું આત્મસન્માન પણ એક બાજુ મૂકીને મદદ લેવી પડે છે. વિકીની હાલત પણ કઈક આવી જ હતી.       "અંકલ, મારે તમારી મદદ જોઈએ છે." વિકી સંકોચ સાથે બોલ્યો.