ભીતરમન - 17

  • 1.2k
  • 1
  • 794

મારા માટે બાપુની હાજરી હવે અસહ્ય બની ગઈ હતી. મારાથી એક જ છત નીચે રહેવું હવે અશક્ય હતું. હું એમને જોઈને ખૂબ નાસીપાસ થઈ જતો હતો. મારામાં એમનું જ લોહી વહે છે, એ મનમાં વિચાર એટલી હદે દુઃખ પહોંચાડતો જે મને પળ પળ હું ખુનીનો દીકરો છું એ દર્દ કલેજે શૂળ ભોકાતું હોય એટલી પીડા આપતું હતું. મા મારી પાસે આવી અને બોલી, "દીકરા બે દિવસથી તારા પેટમાં ચા સિવાય કોઈ અન્ન નથી ગયું. તું રાત્રે.." આટલું બોલી મા ચૂપ થઈ ગઈ હતી.માની અધૂરી વાત હું પુરેપુરી સમજી ગયો હતો. મા મને સોગંધ આપી વિવશ કરે એ પહેલા જ મેં એમને