ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 1

  • 1.7k
  • 840

ભાગ -૧        " પહેલાં વરસાદ નો છાંટો પડે ને          મારાં ભીતર નાં પાદર માં પૂર,         ધીંગી ધરા ની પછી છાતી ચીરીને         લીલાંછમ ફૂટે અંકુર."           રીમઝીમ વરસતો વરસાદ સહુંને કેટલો વ્હાલો લાગે નહીં??ધરતીને મળીને વરસાદ જેટલો ખુશ થતો હશે, એટલો જ ખુશ પેલો મોરલો મેઘધનુષ્યનાં રંગો જોઈને થતો હશે. નાનાં- નાનાં બાળકો વરસાદમાં છબછબિયાં કરવાં કૂદી રહ્યાં હશે,આવનાર વર્ષનાં એંધાણ લઈ ખેડૂત હરખાતો હશે,અને પ્રેમીજનોની તો પછી વાત જ શી કરવી? તેઓ તો બસ પ્રિયતમાની સાથે ભીંજાવાનાં સપનાંઓ જોતાં હશે.સહું કોઈ વરસાદનાં આગમન થી