ભીતરમન - 14

  • 810
  • 2
  • 520

હું તેજાનો સહારો લઈને માં પાસે એ જે ઓરડામાં હતા, ત્યાં ગયો હતો. મા મારા માથામાં પાટો બાંધેલો જોઈને સફાળી ઉભી થઈ ગઈ હતી. બાટલા બંધ હતા આથી માં સીધી મારી પાસે જ ચિંતાતુર થતા સામી આવી હતી. માના ચહેરા પર પરસેવાની બૂંદો ચમકતી જોઈ હું એની મનઃસ્થિતિ તરત પામી ગયો હતો. હવે મા મારે લીધે વધુ પરેશાન થાય એ હું જરાય ઈચ્છતો નહોતો. હું માને શું કહું એ હું વિચારવા લાગ્યો હતો. મારે સાચું તો કહેવું હતું પણ માને તકલીફ થાય તો? એ વિચારે હું સત્યથી માને અજાણ રાખવા ઈચ્છતો હતો. માને મારે શું કહેવું એ હું વિચારી વિવશ