કાંતા ધ ક્લીનર - 35

  • 1.4k
  • 1
  • 888

35.ચારુ ધીમા અવાજે કાઈંક ફોન પર વાત કરી રહી હતી. વ્રજલાલ વોશરૂમ ગયા. કાંતા આમ થી તેમ આંટા મારતી હતી ત્યાં તેના કાને ચારુના ધીમા અવાજમાં  ટુકડે ટુકડે શબ્દો પકડાયા. "હા. રાઘવનું બેકગ્રાઉન્ડ ચેક કરો. પોલીસ રેકોર્ડ સાથે ડીટેક્ટીવ. સરિતા અગ્રવાલની પિસ્તોલનું લાયસન્સ ચેક કરવા અરજી આપો. હોટેલના ઇન્સ્પેકશન રિપોર્ટ થરોલી જોવા છે."વ્રજલાલ બહાર આવી ચારુની નજીક ગયા. તેમણે કાઈંક મસલત કરી અને "ચાલો, જીવણને ફોન લગાવીએ" એમ કહ્યું. ચારુએ ફોન લગાવ્યા કર્યો.  એમ ને એમ એક કલાક વીતી ગયો. આખરે કોઈએ ઉપાડ્યો અને વાત કરી. ચારુ ફોન મૂકી કહે "જીવણનો પત્તો નથી લાગતો. બહુ જરૂરી છે."કાંતા અધીરાઈથી આંટા મારી