મારા અનુભવો - ભાગ 8

  • 1.5k
  • 720

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 8શિર્ષક:- કાશી.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…8. "કાશી " સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.આટલા દિવસના ભ્રમણ પછી ગુરુજીની બાબતમાં હું નિરાશ થવા લાગ્યો હતો. શ્રીરામકૃષ્ણ પરમહંસનું એક વાક્ય મારા કાળજામાં ચોંટી ગયું હતું “કાંચનકામિનીનો ત્યાગી હોય તે જ ગુરુ થઈ શકે." હું જ્યારે લોકોને મારી વાત કહેતો ત્યારે લોકો હસી પડતા. “અરે મહારાજ ! આ તો કળિયુગ છે. કળિયુગમાં તમે કહો છો તેવા માણસ દુર્લભ છે.' મને થતું કે હું ગુરુ વિનાનો રહી જઈશ. કોઈ મઠના મહંત ગુરુ થવા તૈયાર થઈ જતા, પણ મને મઠો વગેરે પ્રત્યે ભારે ચીડ હતી. રહી રહીને થતું, ત્યારે હવે