ભીતરમન - 13

(11)
  • 1.6k
  • 1.1k

મેં ગઈકાલે ઝુમરીથી છુટા પડ્યા બાદ જે બીના ઘડી એ બધી જ ઝુમરીને જણાવી. માની પરિસ્થિતિ પણ એને કહી, અને એ પણ કહ્યું કે, "માને મેં કોઈ વચન આપ્યું નથી, હું સમયાંતરે એને સમજાવી લઈશ. બસ, તું હિમ્મત ન હારતી! તારે માથે સિંદૂર મારા નામનો જ પુરાશે અને લાલ ચૂંદડી પણ તું મારા નામની જ ઓઢીશ! તું શાંતિથી તારે ઘેર પહોંચજે હું થોડા જ દહાડામાં માને મનાવી, સમજાવીને તને કાયમ માટે મારી બનાવી લઈશ!" હું અને ઝુમરી ફરી એકબીજાના મનને જાણીને રાજી થતા ફરી મળવાની આશા સાથે નોખા પડ્યા હતા. હું હજુ તો સહેજ આગળ જ વધ્યો હોઈશ ત્યારે ફરી