સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે..

  • 2.9k
  • 1
  • 978

સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે...બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. મેઘના બાલ્કનીમા વાંસની ખુરશી પર બેઠી અને હાથમાં ચાનો કપ લઈને વરસતાં વરસાદને નિહાળતી હતી. જ્યારે પણ ચોમાસું આવે એટલે મેઘનાને તેનાં ભૂતકાળની યાદો, તેનાં દિલને ઝંઝોડી નાંખતી હતી. આજે સરસ મજાનું ઘર હતું,સારી નોકરી હતી, પણ આવડાં મોટાં ઘરમાં મેઘનાને એકલતા કોરી ખાતી હતી. ઉદાસ થયેલી મેઘના કોઈ નિર્ણય લઈ શકતી ન હતી. આજે પણ વરસાદ આવતાં મેઘના તેનાં ભૂતકાળની યાદોમાં સરી પડી.... ----- નટખટ, હંમેશા હસતી રહેતી મેઘના કોલેજમાં આવી. કોલેજ એટલે મોજ મજાનાં દિવસો, મસ્તી કરવાનાં દિવસો, એવાં અરમાનો સાથે કોલેજ જોઈન કરી. ઘરની પરિસ્થિતિ એટલી