ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બીલીમોરા.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.કુદરતના ખોળે, વનરાજીથી ભરપૂર, આહલાદક ગુલાબી ઠંડીથી તરબોળ વાતાવરણમાં રહેવાનું કોને ન ગમે? આવી જ એક જગ્યા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરા નગર છે. તે અંબિકા નદીને કિનારે વસેલું શહેર છે.નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આ બીલીમોરા શહેર આવેલું છે. તેનો વિસ્તાર આશરે 9 ચો.કિમી. છે. શહેરનું નામ બીલી અને ઓરિયામોરા એમ બે ગામોના સંયોજનથી બન્યું છે. શહેરનો પશ્ચિમ વિસ્તાર બીલી ગામ અને પૂર્વ વિસ્તાર મોરા ગામ તરીકે ઓળખાતો. કાળક્રમે બંને ગામોને ભેગા કરી બીલીમોરા શહેરની સ્થાપના કરાઈ. દેશ આઝાદ થયો ત્યાં સુધી અહીં ગાયકવાડી શાસન હતું, જેની સાબિતી શહેરનાં સોનીવાડ વિસ્તારમાં