ભીતરમન - 11

  • 1.6k
  • 2
  • 1.1k

મારી વાત માને ખુબ વેદના આપી રહી હોય એવું મને લાગી રહ્યું હોય મેં માને પૂછ્યું, "માં શું થાય છે? માને કદાચ ચક્કર આવી રહ્યા હોય એવું મને લાગ્યું. હું તરત જ માના ખોળા માંથી ઉભો થઈ ગયો અને માને ખાટલા પર ઊંઘાડી, ઝડપભેર હું પાણી લઈને આવ્યો. હું માને પાણી આપું એ પહેલા જ મા આંખ મીંચી લાકડા જેમ ખાટલા પર પડી હતી. મેં મારા જીવનમાં આમ ક્યારેય કોઈને જોયું નહોતું, હું જોઈને ખુબ ગભરાઈ ગયો હતો. હું જોરથી બાપુ નામનો સાદ આપવા ઈચ્છતો હતો, પણ અવાજ ગળામાં જ અટવાઈ ગયો હતો. હું બાપુ પાસે દોડી ગયો, બાપુને કઈ