કાંતા ધ ક્લીનર - 33

  • 1.3k
  • 794

33.તેઓ કારમાં બેઠાં. કાંતાને કસ્ટડીની હવા ખાધા પછી કાર એસી ની હવા ખૂબ સારી લાગી.  કાંતાએ તેઓને પૂછ્યું, "હવે નોકરી પર જઈ શકાશે?" એ બેય  હસી પડ્યાં. વ્રજલાલ  કહે "જે હોટલે તને ખુની ગણી જેલમાં ધકેલી એનું કામ કરવાની ઉતાવળ છે?"ચારુ ડ્રાઇવ કરતાં બોલી "જામીન મળતાં સાથે રાધાક્રિષ્નન સાથે વાત થઈ ગઇ. જરૂર લેશે પણ હમણાં તું દૂર સારી.""અને મને બહુ ચિંતા થાય છે. જામીનના પૈસા ઘણા થયા હશે. એ હું કેવી રીતે ભરીશ?""કાંતા, એ પૈસા તો જ ભરવાના હોય જો તું ભાગી જા કે ફરી એ  કોઈ ગુનો કરતી પકડા. એટલે એ બોન્ડ છે. મને પણ વખત જતાં પાછું મળી