નાયિકાદેવી - ભાગ 40

  • 492
  • 282

૪૦ જોગનાથની ટેકરી! મહારાણીબા નાયિકાદેવીની વાત જ સાચી નીકળી. ગર્જનકને સમય જોઈતો હતો. એ જાણી જતાં જ પરમાર અને રાયકરણ હવે આગળ ધસ્યા. હજારો હાથીની વજ્જર દીવાલને પ્રભાતમાં જ પોતાની સામે ઊભેલ જોઈને શાહબુદ્દીન ગોરી પરિણામની કલ્પનાથી ધ્રૂજી ઊઠ્યો. પણ હવે પાછા ફરવાનો વખત ન હતો. આગળ વધવાની શક્યતા ન હતી. કોઈ પડખે ફરાય તેમ ન હતું. સમય મળે તો વખતે લાભ  મળે. પણ સમય આપવાનો સવાલ જ ન હતો. લડાઈ જ સામે ઊભી હતી. સંદેશવાહક વીલે મોંએ પાછો ફર્યો હતો. ‘કાં તો લડો અથવા પાછા ફરો,’ એમ જ વાત હતી, ‘તમે લડવા આવ્યા છો અમે તૈયાર થઈને આવ્યા છીએ.