૩૬ સહસ્ત્રકલા! માણસ ધારે છે કાંઈક, થાય છે કાંઈક. ગર્જનકનો રસ્તો શોધવા નીકળેલા વિશ્વંભરને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે એણે અચાનક કોઈકનો ભેટો થઇ જશે અને એ ભેટમાંથી એનો રસ્તો સરળ થઇ જશે. ભોળિયા ભીમદેવને પણ ખ્યાલ ન હતો કે એને આ શોધને પરિણામે જ ભવિષ્યમાં શોચવું પડશે. આનું નામ જ ભાવિ! ગર્જનકે મુલતાન છોડી દીધું હતું. એ સમાચાર તો બરાબર હતા. પણ અત્યારે એ ક્યાં હશે એ કળવું મુશ્કેલ હતું. ડાભીના અનુમાન ઉપર સૌ વાગડ વીંધીને આડાવળાને પડખે ભાતનેર તરફ જઈ રહ્યા હતા. ગર્જનક પડ્યો હોય તો એટલામાં જ પડ્યો હોય. પશ્ચિમ તરફ જવા માંગતો હતો તો પણ