નાયિકાદેવી - ભાગ 34

  • 910
  • 564

૩૪ વિશ્વંભર ઊપડ્યો મહારાણીબા નાયિકાદેવીની સવારીનું પરિણામ અજબ જેવું આવ્યું હતું. આખા ગુજરાતમાં લડાઈનું વાતાવરણ જામી ગયું. ઠેકાણે-ઠેકાણે ગર્જનકને રોકવાનાં થાણાં ઊભાં થવા માંડ્યાં. અબાલવૃદ્ધ સૌને યુદ્ધવી હવા સ્પર્શી ગઈ: ગુજરાતની રક્ષણસેના ગામડે-ગામડે ઊભી થવા માંડી. ‘જય સોમનાથ’નો ગગનભેદી નાદ બધે ગાજતો થઇ ગયો. આ તરફથી ખબર મળ્યા હતા કે ગર્જનકે મુલતાન છોડી દીધું છે. તેની સાથે સેંકડો ઘોડેસવારો છે. મોટું પાયદળ છે. સાંઢણીસવારોની કોઈ સીમા નથી. તે ઘા મારવામાં કૃતનિશ્ચયી છે. ક્યાં ઘા મારવા  જાય છે એ  કોઈ જાણતું નથી. એ ક્યાં જઈ રહ્યો છે એ હજી સ્પષ્ટ ન હતું. એની દેખીતી દોટ પશ્ચિમ તરફની હતી. એ ક્યારે ને