નાયિકાદેવી - ભાગ 33

  • 750
  • 436

૩૩ સેનાનીપદે મધરાતનો ઘંટાઘોષ થયો. પણ રાજમહાલયમાં હજી યુદ્ધમંત્રણાની સભા ચાલી રહી હતી. ગંગ ડાભી અને સારંગ સોઢાએ મહારાણીબાને મળીને સમાચાર આપ્યા. પછી મહારાણીબાએ તાબડતોબ આ મંત્રણાસભા બોલાવી હતી. તાત્કાલિક નિર્ણય લેવાનો હતો. ઘણાખરા સામંત સરદારો આ વખતે યુદ્ધ અંગે પાટણમાં હાજર હતા. આ સભામાં આવ્યા હતા. ગર્જનક આવી રહ્યો છે, એ હવે નક્કી થયું હતું. બનતાં સુધી એ આબુ તરફથી જ આવશે, એ પણ ચોક્કસ જેવું જણાતું હતું. પણ મોટામાં મોટો સવાલ આ હતો. પાટણનું મુખ્ય સેન હવે ઊપડવાનું છે, તેને દોરનાર કોણ? એ પદ કોને સોંપવું? ગર્જનક જેવા ગર્જનકની સામે જે સેન ઊપડે, તે ગુજરાત સોંસરવું ઉત્સાહનું મોજું