નાયિકાદેવી - ભાગ 32

૩૨ મધરાતનો સંદેશો અમાસની મધરાતે સેનાપતિ કુમારદેવ બિલ્હણના સંદેશાની પ્રતીક્ષા કરતો બેઠો હતો. એને એમ હતું કે સંદેશો આવવો જોઈએ. પછી બિલ્હણ પોતે આવે કે કોઈ સંદેશવાહક આવે. એનું મન દ્રઢ નિશ્ચયાત્મક હતું. વિંધ્યવર્માનું સ્થાન ગર્જનક આવતાં પહેલાં નાશ થઇ જવું જોઈએ. ગર્જનક આવે ત્યારે એ ઊભું હોય તો વિંધ્યવર્મા એમાંથી પોતાનું કૌભાંડ ઊભું કરે. પાટણથી સૈન્ય આવવા માંડ્યું હતું. ધારાવર્ષદેવ પોતે આવવાના હતા. આ છાવણી ઉપાડીને આગળ લઇ જવાની હતી. ગર્જનકને આબુની ઘાટીમાં રોકી દેવાનો નિશ્ચય હતો. ગંગ ડાભી, સારંગદેવ સોઢો, વિશ્વંભર ત્રણે જણા થોડા ચુનંદા સાંઢણી સવારો સાથે આવવાના હતા. એમની મારફત ગર્જનકની પળેપળની માહિતી આવે એવી ચોકીદારી