નાયિકાદેવી - ભાગ 31

  • 1.1k
  • 1
  • 733

૩૧ માલવવિજેતા ગંગ ડાભી અને સારંગદેવ સોઢો ઊપડ્યા. જેમજેમ એ આગળ વધતા ગયા, તેમતેમ માલવવિજયનાં સ્પષ્ટ ચિહ્નો એમની નજરે પડવા માંડ્યાં. ઉત્સાહભરી વાતો કરતા સૈનિકો રસ્તામાં દેખાયા. પાટણ તરફથી આવતા જતા ઘોડેસવારો, કુમારદેવના વીજળિક વિજયની વાતો રસભરી રીતે કરી રહ્યા હતા. ગંગ ડાભીને એમાંથી જણાયું કે વિંધ્યવર્મા ભાગી ગયો હતો, પણ હજી તે ભાંગી ગયો ન હતો. ગમે તે પળે ઊભો થવાની શક્તિ ધરાવતો હતો. એ પાછો ઊભો થઇ ન જાય માટે કુમાર હજી આંહીં પડ્યો હતો. એનો પાકો બંદોબસ્ત કર્યા પછી જ એ આહીંથી ખસવા માગતો હતો.  બીજી બાજુ વિંધ્યવર્મા એ વાતને સમજી ગયો હતો. એણે ગાઢ જંગલોમાં આશ્રય