નાયિકાદેવી - ભાગ 28

૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડાભી વિદ્યાધરની વાત સાંભળીને આવાક જેવો થઇ ગયો હતો. સોઢાએ એ જોયું. એણે પૂછ્યું: ‘ગંગ ડાભી! શી વાત હતી? કેમ બોલતા નથી ભા?’ ડાભીએ નિશ્વાસ નાખતાં કહ્યું, ‘વાત તો સોઢાજી! આંખ ઉઘાડી નાખે એવી છે. આપણે સોરઠના ભોથાં રહ્યાં. પણ આંહીં તો જ્યાં નજર કરીએ ત્યાં બધે જ સળગ્યું છે! એને ત્યાં પણ ઘરકજિયા છે. અજમેરમાં છે. આપણે ત્યાં છે! ઘરકજિયામાં કેટલા દી ટકવાનાં?’ ‘અરે ભૈ ડાભી! તમને વળી આ ડહાપણનું પડીકું ક્યાંથી વળગ્યું? આપણે આપણા પગ નીચેનું ઠારો ને! અજમેરવાળો આપણો સગો. એને ચેતવ્યો હોય તો એ એના