નાયિકાદેવી - ભાગ 27

૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસો પાસેથી મેળવવાની તાલાવેલી હતી અને સાચી હકીકત મળવાનો સંભવ લાગ્યો હતો. પણ એને એક બીક હતી. એની પાછળ મીરાનની વહાર ચોક્કસ પડવાની! ‘રૂપમઢી’ ઉપર પોતાનો મદાર હતો. પણ આગળ પડેલાં રેતસાગરને ઓળંગવા માટેનું પાણી ખૂટ્યું હતું. એટલે રેતસાગરને એક તરફ મૂકીને એણે બીજો જ રસ્તો લીધો.  પેલા ભાઈઓના સંદેશામાં ખરેખરું શું હતું અને શું ન હતું એની એને હજી પૂરી જાણ ન હતી. રૂઠીરાણી એટલે કોણ? એ ક્યાંની? એની શી વાત હતી? અજમેરના પૃથ્વીરાજને ભાઈઓ સાથે બન્યું ન હતું. એણે પોતાના જ મોટા ભાઈ અમરગાંગેયને હણીને રાજ પ્રાપ્ત