ભાગવત રહસ્ય-૧૪૭ મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી (મશ્કરીમાં),તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં-પણ-જો કોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે-તો તેનાં પાપ નષ્ટ થાય છે.જો મનુષ્ય લપસે અને પડે ત્યારે,અંગભંગ થાય ત્યારે (મૃત્યુ વેળાએ),સાપ ડંસે ત્યારે,ચોટ લાગે ત્યારે,તાવ-દાહ થાય ત્યારે-વગેરે સમયે વિવશતાથી “હરિ-હરિ” નામનું ઉચ્ચારણ કરે-છે-તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. (ભા.૬-૨-૧૪,૧૫) અતિ ઉતાવળમાં કોઈ ભોજન કરે તો –તેને ભોજનમાં સ્વાદ આવતો નથી, પણ તે ભોજન ભુખને તો મારે છે. તેમ વ્યગ્ર ચિત્તથી કરેલું ભજન પાપને તો બાળે જ છે. એકાગ્ર ચિત્તથી કરેલ જપથી આનંદ મળે છે.સાવધાન થઇ એકાગ્ર ચિત્તથી જપ કરવાનું ઉત્તમ છે-પણ-શાંત મન ન હોય ,તે