કામનાથ મહાદેવ મંદિર, રઢુ

  • 1.4k
  • 444

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- કામનાથ મહાદેવ મંદિર, રઢુ.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.આપણો દેશ અનેક ધર્મોનો સમુદાય છે. ઘણાં બધાં ધર્મો અને ઘણી બધી માન્યતાઓ, ઘણાં બધાં રિવાજો અને ઘણી બધી લોકવાયકાઓ. ક્યાંક ચમત્કાર તો ક્યાંક રહસ્ય. કોઈક રહસ્ય ઉકેલાયું તો કોઈક હજુય અકબંધ. કેટલાંક રહસ્યો આગળ માનવી માથું ટેકવે છે, તો કેટલાંક પર આંગળી ચીંધે છે. આવા જ એક રહસ્યમયી ચમત્કારિક એવા એક મંદિર વિશે આજે જાણીએ.આ રહસ્યમયી મંદિર ગુજરાતમાં આવેલું છે. આ મંદિર અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલ કામનાથ મહાદેવનું મંદિર છે. આ ગામ વાત્રક નદીને કાંઠે વસેલું છે. ત્યાંના રહીશોનું માનીએ તો આ એક