કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 113

  • 2.6k
  • 3
  • 1.9k

પરીએ તરતજ ડૉ. નિકેત ત્રિવેદીને ફોન કરીને જણાવી દીધું કે, પોતે તેમની હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરવા માટે તૈયાર છે.ડૉ. નિકેત ત્રિવેદી પણ ખૂબ ખુશ થઈ ગયા...થોડા દિવસના વિરામ બાદ પરીએ પોતાની ઈન્ટર્નશીપ ચાલુ કરી દીધી.ભાવતું હતું અને વૈદે કીધું તેમ પરીને પોતાની માધુરી મોમ સાથે રહેવા મળ્યું એટલે તે ખૂબજ ખુશ હતી અને ડૉ. નિકેત ત્રિવેદીને પરીની કંપની અને પરી બંને ખૂબ પસંદ હતા એટલે તે પણ ખૂબ ખુશ હતાં.ડૉ. નિકેત ત્રિવેદી હોસ્પિટલમાં પહોંચે તે પહેલા પરી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી.આજે તે ડૉક્ટર તરીકેની ડ્યુટી બજાવવા માટે જઈ રહી હતી આજે ડૉક્ટર તરીકેનો તેનો પહેલો દિવસ હતો હવે તેની ડૉક્ટર તરીકેની