નાયિકાદેવી - ભાગ 25

૨૫ ઘોડાનો સોદાગર ભીમદેવના શંકાશીલ આગ્રહી મનને ચાંપલદેની રાજનીતિએ વિચાર કરતું કરી મૂક્યું હતું. એને પણ હવે લાગવા માંડ્યું કે શ્રેષ્ઠીનું ઘર એ તો પાટણનું નાક કહેવાય. એને ટાળવા જતાં, પાટણની આબરૂ ટળી જાય. પછી વિદેશમાં દોઢ દ્રમ્મની પણ એની કિંમત ન રહે. ચાંપલદે જેવી દ્રઢ રાજભક્તિ જાળવનાર પાટણની પુત્રી બેઠી હોય પછી ભલેને શ્રેષ્ઠીના હાથ ગમે તેટલા લાંબા હોય, એની કમાન ચાંપલદે પાસે હતી. ભીમદેવના મનને આ પ્રમાણે સમાધાનને પંથે વળેલું જોઇને નાયિકાદેવીને પણ શાંતિ થઇ. એને લાગ્યું કે આંતરવિગ્રહની અરધી જ્વાલા તો હવે શમી ગઈ હતી અને તે ચાંપલદેની દ્રઢ રાજનિષ્ઠાના પ્રતાપે. એને ચાંપલદે માટે માન હતું. પણ