નાયિકાદેવી - ભાગ 24

૨૪ રસ્તો કાઢ્યો ચાંપલદે સપાટાબંધ નીચે આવી. ત્યાં ચોકમાં શોભન ઊભો હતો. એને કોઈ વાતની ખબર પડી હોય તેમ જણાયું નહિ. ચાંપલદેને ઉતાવળે નીચે આવતી જોઈ તે નવાઈ પામ્યો. તે બે હાથ જોડીને આગળ આવ્યો. ‘શોભન! મારી પાલખી મંગાવ, દોડતો જા!’ ‘બેન...’ શોભન કાંઈ કહેવા જતો હતો, પણ ચાંપલદેએ તેને ઉતાવળે જવાની નિશાની કરી. શોભન બોલ્યો: ‘અને દ્વારપાલોને આંહીં મોકલજે!’ ચાંપલદેએ કહ્યું. થોડી વારમાં દ્વારપાલો દેખાયાં. પાલખી પણ આવી ગઈ, ચાંપલદે ઉતાવળે પાલખી તરફ જવા માટે આગળ વધી. તેણે જતાં-જતાં કહ્યું, ‘જો શોભન, સાંભળ. કોઈને ઉપર જવા દેવાનો નથી. કોઈને ઉપરથી નીચે આવવા દેવાનું નથી. એક ખંભાતી લગાવી દે. તું